Dabhoi News :ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું કોઈ ચીટર જાણભેદુએ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું
Dabhoi News :ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું કોઈ ચીટર જાણભેદુએ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. 3 મહિનામાં ત્રીજી વખત ફેસબુક ડમી એકાઉન્ટ ખૂલ્યું શૈલેષ મહેતાએ પોતાના પેજ ઉપર આપી જાણકારી નાણાકીય વ્યવહાર ન થાય તે માટે ફોલોવર્સને જાણકારી આપી હતી.
ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા ચિતરો ધારાસભ્ય જેવા વ્યક્તિને નથી છોડતા તો આમ પ્રજાના કેટલા facebook એકાઉન્ટ ખોલ્યા હશે એ તો આગળ પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. જાણભેદુ ચિતરો દ્વારા આજકાલ સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના ડુબ્લીકેટ એકાઉન્ટ બનાવી છેતરપિંડીના કાર્યકર્તા હોય છે.

જેમાં અનેક લોકો છેતરાયા હોવાના સમાચારો સાંભળવા મળે છે ત્યારે ડભોઇ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને ધાર્મિક સામાજિક રાજકીય નેતા શૈલેષભાઈ મહેતાનો ડમી facebook એકાઉન્ટ ત્રણ મહિનામાં ત્રીજી વખત ફેસબુક ડમી એકાઉન્ટ ખોલ્યું હતું. આ વાતની જાણ થતા તેઓએ તાત્કાલિક પોતાના પેજ ઉપર આપી જાનકારી નાણાકીય વ્યવહાર તેમજ અન્ય કોઈ બાબત ન થાય તે માટે ફોલોવર્સને આપી જાણકારી જોકે આ ડમી facebook એકાઉન્ટ બનાવનાર સામે આગળની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ઘણા બધા ભેદ ખુલે અને કેટલા લોકોને છેતર પીડી અંગે કેટલા લોકો ભોગ બન્યા હશે એતો પોલીસને કાર્યવાહી બાદ જ જાણવા મળશે.