Dabhoi News :ડભોઇ એમજીવીસીએલ દ્વારા અલગ અલગ 11 ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
Dabhoi News :ડભોઇ એમજીવીસીએલ દ્વારા અલગ અલગ 11 ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બે દિવસની અંદર 31 લોડિંગ અને 31 લોકોને નોટિસ ફટકારતા વીજ ગ્રાહકોમાં ફફરાટ વ્યાપી જવા પામ્યો હતો.
ડભોઈ એમજીવીસીએલના શહેર નાયબ એન્જિનિયર અરવિંદભાઈ વસાવાની આગેવાનીમાં ડભોઇ શહેરના અલગ અલગ વિસ્તારમાં જનરલ ચેકિંગ હાથ ધરાયું જેમાંવીજ ચોરી તેમજ ગેરકાયદેસર વીજ વપરાશ કર્તા ગ્રાહકોની તપાસ આદરવામાં આવી હતી.
અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં 300 ઉપરાંત મકાનો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં બે દિવસની અંદર 31 લોડિંગ અને ૩૧ લોકોને નોટિસ ફટકારતા વીજ ગ્રાહકોમાં ફફરાટ વ્યાપી જવા પામ્યો હતો. વારંવાર લાઈટ જવાનું કારણ જ આ છે લોડીંગ વધારે હોવાના કારણે કેટલાક વિસ્તારોમાંથી મોટરો એ.સી વધુ લોડીંગ ચાલતું હોય જેને લઇને ભર ઉનાળામાં લાઈટ જવાના બનાવો બનવા પામ્યા છે 300 મકાનો ચેક કરતા હજુ પણ અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવશે હાલ 31 લોકોને નોટિસ ફટ કરવામાં આવી છે અને લોડીંગ વધારે હોય એવા લોકોને પણ 31 વધુ લોડીંગ મરી આવ્યું છે.