Dabhoi News :ડભોઇ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીકમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું છે
Dabhoi News :ડભોઇ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીકમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું છે. ચાંદોદ પાસેના નિમાન ગામડી ઓરસંગ નદી ઉપરના રેલવે બ્રિજ ઉપરથી મૃત દીપડો મળી આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક એનજીઓના યુવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડભોઇ તાલુકાના રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે દીપડાને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા અંદાજિત 12 વર્ષની ઉંમરનો નર દીપડો મોતને ભેટ્યો હતો. દીપડાનો કબજો મેળવી વન વિભાગે પીએમ અર્થે ડભોઇ પશુ દવાખાને ખસેડ્યો છે. જરૂરી કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો અગ્નિદાહ કરવામાં આવશે. જ્યારે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ફરતા નજરે પડ્યા હતા વન વિભાગના અધિકારીઓના વિસ્તારના લોકોએ જાણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ પ્રકારની નોંધ લેવાતી ન હતી. આજે દીપડાનું મોત થઈ ગયું હતું.