Cyber crime news :યુવતીને પોતાના વિશ્વાસમાં લઈ ન્યુડ વીડિયો કોલ કરાવવામાં આવ્યો હતો
Cyber crime news :રાજકોટ જિલ્લામાં ન્યુડ વીડિયો કોલનો બનાવ સામે આવ્યો હતો. જેમાં 31 વર્ષીય સચિન યાદવ નામના દિલ્લીના વ્યક્તિની રાજકોટ સાયબરક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દ્વારા પબ્જી ગેમના માધ્યમથી રાજકોટ શહેર ખાતે રહેતી અને સીએનો અભ્યાસ કરનારી યુવતી સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો.
પબ્જી ગેમ રમતા સમયે યુવક અને યુવતી વચ્ચે મેસેજ દ્વારા આપ લે થતી હતી. ત્યારબાદ યુવક દ્વારા પ્રથમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ત્યારબાદ વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર યુવતી સાથે વાતચીત કરવામાં આવતી હતી. યુવતીને પોતાના વિશ્વાસમાં લઈ ન્યુડ વીડિયો કોલ કરાવવામાં આવ્યો હતો. જે ન્યુડ વીડિયો કોલ રેકોર્ડ કરી તેમજ તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસે બિભત્સ માંગણી કરવામાં આવતી હતી.
CAનો અભ્યાસ કરનારી યુવતી અભ્યાસની સાથો સાથ ફ્રી સમયમાં પબ્જી ગેમ પણ રમતી હતી. યુવતી જ્યારે પબ્જી ગેમ રમી રહી હતી ત્યારે શેડો ડેડ નામથી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ તેની એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ગેમ રમતા સમયે મેસેજના માધ્યમથી વાતચીત થતી હતી. સમગ્ર મામલે યુવતી દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ 66(D), 67(A) મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે હાલ તો પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.