Crime News :અમદાવાદમાં પાર્સલના કારણે ફિલિપાઇન્સનો વિદ્યાર્થી લૂંટાયો | Breaking News 1

Spread the love

Crime News :અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે

Crime News :અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્ફે વિસુ વાઘેલાની ધરપકડ કરી છે. 

Crime News

ઘટનાની વાત કરીએ તો ફિલીપાઈન્સમા મેડિકલમા અભ્યાસ કરતા મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરી ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનુ પાર્સલ લેવા રાજેસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે પાર્સલ આપનારા લૂંટારાઓએ મારવાની ધમકી આપીને તેની પાસેથી પાસપોર્ટ, મોબાઈલ અને એટીએમ કાર્ડની લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમા લૂંટનો ભેદ ઉકેલાની ચારેય આરોપીની ધરપકડ કરી છે.

પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વાડજનો રહેવાસી છે અને તેની વિરૂદ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયેલા છે. જયારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂદ્ધ વાડજ અને સોલામા મારામારી અને પ્રોહિબીશનના 4 ગુના નોંધાયેલા છે. ઉપરાંત ચિરાગ ચૌહાણ સામે 2 ગુના અને વિકાસ મકવાણા સામે એક ગુનો નોંધાયેલો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *