Crime News :છોકરી બતાવી સગાઈ કરી લગ્ન કરી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી મોટી રકમ મેળવી લગ્ન નહી કરવાનો કિસ્સો સામે આવ્યો છે
Crime News :લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરે ભરુચ જીલ્લાના ઉમલ્લા તથા રાજપારડી પોલીસ સ્ટેશનમાં છોકરી બતાવી સગાઈ કરી લગ્ન કરી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી મોટી રકમ મેળવી લગ્ન નહી કરાવી આપી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કરી છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા મહીલા સહીત કુલ ૦૨ આરોપીઓને ઝડપી પડ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ, ભાવનગર રેન્જ પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ , લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ તથા પો.સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ, એમ.જે.કુરેશી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવી હતી.
તા.૦૪/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ભરૂચ જીલ્લાના ઉમલ્લા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૬૯/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ તથા ભરૂચ જીલ્લાના રાજપારડી પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૯૭/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓ (૧) પ્રવિણ બચુભાઈ ગાબાણી રહે.ગામ અંભેલ તા.વાગરા જી.ભરૂચ અને (૨) સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલભાઈ અંટોલભાઈ વસાવા રહે.જુનાઘાટા, તા.નાંદોદ જી.નર્મદાવાળાઓ ભાવનગર, રુપમ ચોક, ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ પાસે ઊભા હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં આરોપીઓ હાજર મળી આવતાં તેઓની પુછપરછ કરતા ગુનાઓમાં નાસતા ફરતા હોવાનું જણાયું હતું ત્યારે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી ભરુચ જીલ્લાના ઉમલ્લા પો.સ્ટેમાં જાણ કરવામાં આવી હતી.