Crime News :મહિલાએ ઈન્દ્રજીતભાઈને બેભાન અવસ્થામાં જ લૂંટી લીધા, અને ત્યાંથી ફરાર થઈ ગઈ
Crime News :”ધરમ કરવા જતાં ધાડ પડી” આ કહેવત લીંબડી અમદાવાદ પરથી પસાર થતા ઈન્દ્રજીતભાઈ પર લાગુ પડે છે. તેઓ પોતાના અંગત કામે લીંબડી અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયમાં મુસાફરના સ્વાંગમાં આવેલી અજાણી મહિલાનો બન્યા શિકાર. અને એવો શિકાર બન્યા કે પોતે લૂંટાઈ ગયા.

વાત અમે છે કે ઈન્દ્રજીતભાઈ પોતાની કારમાં લીંબડી અમદાવાદ હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે તેમની પાસે અજાણી મહિલાએ લિફ્ટ માંગ અને મહિલા પર દયા ખાઈ ઈન્દ્રજીતભાઈએ મહિલાને કારમાં બેસાડી અને મુસાફરી ચાલુ રાખી થોડે દૂર ગયાં બાદ મહિલાએ લીંબડી નજીક કટારીયા પાસે ઠંડાપીણાની માંગ કરી. ત્યારે ઈન્દ્રજીતભાઈએ કાર રોકી મહિલા ઠંડુ પીણું લઈને આવી અને ઈન્દ્રજીત ભાઈ પણ આપ્યું. લૂંટારી મહિલાના બદ ઈરાદાથી અજાણ ઈન્દ્રજીતભાઈને કેફીદ્રવ્ય વાળું પીણું પીધુંને પછી તેને તેના પ્લાન પ્રમાણે કાર્ય ચાલુ રાખ્યું. ઠંડું પીણું પીધા બાદ મહિલાએ ઈન્દ્રજીતભાઈને બેભાન અવસ્થામાં જ લૂંટી લીધા. અને ત્યાંથી ફરાર થઈ ગઈ. ત્યારે હવે તમારે પણ લિફ્ટ આપતા ચેતવું જોઈએ.
મુસાફરના રૂપમાં આવેલી મહિલાએ ઈન્દ્રજીતભાઈ સોનાની વીંટી,મોબાઇલ અને રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. બેભાન અવસ્થામાં કાર ચાલક ઇન્દ્રજીત ઠક્કર હોસ્પિટલ ખાતે ખસેડવાંમાં આવ્યા હતા. જો કે આ અંગેની ફરિયાદ નોંધી પાણશીણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.