Crime News :માણાવદરમાં અગાઉનાં મનદુઃખના કારણે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા, Breaking News 1

Spread the love

Crime News :મનદુઃખના કારણે બે શખ્સોએ આવી છરીના ઘા ઝીંકી દેતા યુવાનને જૂનાગઢ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો

Crime News :માણાવદરમાં આજે એક યુવાન બપોરે લગ્ન પ્રસંગમાં ભોજન કરી પરત જતો હતો ત્યારે જૂનાં મનદુઃખના કારણે બે શખ્સોએ આવી છરીના ઘા ઝીંકી દેતા યુવાનને જૂનાગઢ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે ફરિયાદ થતા માણાવદર પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

Crime News

આ અંગેની વધુ વિગત મુજબ માણાવદરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો જગદીશ લખમણભાઈ ઉલવા(ઉ.વ.૩૪) અને લખમણભાઈ કોડિયાતર રઘુવીરપરામાં લગ્ન પ્રસંગના જમણવારમાં જમવા ગયા હતા. આ બંને બાઈક પર પરત જઈ રહ્યા હતા ત્યારે રઘુવીરપરા વિસ્તારમાં બે શખ્સોએ આવી બાઇકને આવી જગદીશને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમયે એક મહિલાએ મારી નાખો એવી બુમો પાડી હતી. આ બનાવ બાદ જગદીશ ઉલવાને માણાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

જગદીશની સાથે રહેલા વ્યક્તિએ તેની રેકી કર્યાની વાત કરી હતી. પોલીસને પાંચ વ્યક્તિના નામ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે તેની ખરાઈ કરી ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જગદીશ ઉલવાને અગાઉ માથાકુટ થઈ હતી ત્યારે અરજી થઈ હતી. આ મનદુઃખમાં આજે ડખ્ખો થયો હતો. હાલ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. ધોળા દિવસે સરાજાહેર યુવાનની હત્યાની ઘટનાથી માણાવદર શહેરમાં ચકચાર વ્યાપી ગઇ હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *