Coldwave Alert In Gujarat :ઉનાળાની શરૂઆતમાં જ થયો ગુજરાતીઓને ઠંડીનો અહેસાસ, Breaking News 1

Spread the love

Coldwave Alert In Gujarat :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે, બે દિવસ રાજ્યભમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે

Coldwave Alert In Gujarat :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે. બે દિવસ રાજ્યભમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ભારે પવન સાથે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ત્યારે ગુજરાતમાં માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી પાસે ગગડતા લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. 

Coldwave

Coldwave Alert In Gujarat :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ ગુજરાતના 90 થી વધુ તાલુકાઓમાં વરસાદ આવયો હતો. અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગા શહેરો ઠંડીના બાનમા આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી ગગડ્યો છે. રવિવારે સાંજે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. મોડી સાંજથી લોકોને ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું. 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું

  • અમદાવાદ – 14.8 ડિગ્રી
  • ડીસા – 12.4 ડિગ્રી
  • ગાંધીનગર – 14.6 ડિગ્રી
  • વડોદરા – 17.4 ડિગ્રી  
  • સુરત – 20.4 ડિગ્રી
  • પોરબંદર – 14.4 ડિગ્રી
  • રાજકોટ – 13.2 ડિગ્રી
  • સુરેન્દ્રનગર – 13.6 ડિગ્રી
  • કંડલા – 12 ડિગ્રી
  • ભુજ – 13.1 ડિગ્રી
  • નલિયા – 11.4 ડિગ્રી

જોકે, રાહતના સમાચાર એ છે કે આ ઠંડી લાંબો સમય નહિ રહે. આગાહી મુજબ, આગામી એક સપ્તાહમાં પારો ફરીથી ઉંચકાશે અને તાપમાન વધશે. કમોસમી વરસાદને કારણે આવો માહોલ હતો. જોકે, 7 માર્ચથી ફરીથી કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવનાર છે. તેથી તે દિવસોમાં પણ ઠંડી રહે છે કે નહિ તે જોવું રહેશે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે. આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં  પડે. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે. 

દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ્પ થયું છે. પ્રવાસીઓ ફસાયા છે. 650 કરતા વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આ સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. માર્ચથી મે મહિનામાં આકરી ગરમી, લૂ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *