CNG Price Hike :અદાણીએ નવા વર્ષમાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે
CNG Price Hike :નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ નવા વર્ષમાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અમદાવાદમાં CNG ના ભાવમાં ફરી એકવાર 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ડિસેમ્બરમાં કરાયેલા ભાવ વધારા બાદ અઢી મહિનામાં જ ફરી વધારો કરાયો છે. આ નવો ભાવ વધારો આજથી લાગુ પડશે.
CNG Price Hike :ભાવ વધારા બાદ નવો ભાવ કેટલો થયો
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે તમે અંદાજ પણ માંડી નહિ શકો. અદાણી દ્વારા CNG ના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે.
જેથી અમદાવાદમાં CNG નો ભાવ 78.59 રૂપિયા થયો છે. CNG ના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. તો સાથે જ આ મોંઘવારી રીક્ષામાં સવારી કરતા મુસાફરોની પણ સીધી રીતે અસર કરશે. ત્યારે પેટ્રોલ, ડીઝલ અને CNG જીએસટી હેઠળ સમાવાય તેવી માંગ ઉઠી છે.
ક્યારે ક્યારે વધ્યો ભાવ
- 1 જુલાઈ, 2023 – 15 પૈસાનો વધારો
- 6 જુલાઈ, 2023 – 30 પૈસાનો વધારો
- 16 જુલાઈ, 2023 – 15 પૈસાનો વધારો
- 1 ઓગસ્ટ, 2023 – 15 પૈસાનો વધારો
- 2 ઓક્ટોબર, 2023 – 15 પૈસાનો વધારો
- 21 ફેબ્રુઆરી, 2024 – 1 રૂપિયાનો વધારો
ગુજરાતમાં CNG ના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. અગાઉ 1 ડિસેમ્બર, 2023 ના રોજ CNG માં વધારો કરાયો હતો. તેના બાદ હાલ ફરીથી વધારો ઝીંકાયો છે. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.
અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રીક્ષાચાલકો માટે આ ભાવવધારો આકરો બની રહ્યો છે. કારણ કે, ભાવ વધવાથી તેમની હાલત કફોડી બની છે.