Caution before mosquito-borne diseases rear their heads મચ્છરજન્ય રોગો માથું ઊંચકે તે પહેલા મેલેરિયા શાખા દ્વારા પાણી આવતા પાહેલા પાળ બંધાઈ.
Caution before mosquito-borne diseases rear their heads : હાલમાં શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે અને ઉનાળાની ઋતુ મંડાઈ રહી છે. જેને લઇ આબોહવામાં ફેરફારને કારણે નાગરિકો બેવડી ઋતુનું અહેસાસ કરી રહ્યા છે.
સાથે બીજી તરફ હવામાન બદલવાના કારણે રોગોનો રાફડો ફાટી ના નીકળે તેવી વકી પણ નાગરિકોમાં સેવાઈ રહી છે. જેને લઇ વડોદરા જિલ્લા મેલેરીયા શાખા ના અધિકારી ડો રાહુલસિંઘ અને ડભોઇ પાલિકા ના ચીફ ઓફિસર જય કિશન તડવીના આદેશ અનુસાર વાહકજન્ય અને પાણીજન્ય મચ્છરો દ્વારા કોઈપણ રોગ માથું ના ઊંચકે તે તકેદારીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા મેલેરીયા શાખાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રાજેશ ભાઈ કટારીયા કર્મચારી આઈ.સીઇન્ચાર્જ પ્રહલાદ બી પટેલ ફિલ્ડ વર્કર પી.આર.પટેલ અશોક પ્રજાપતિ તેમજ પરેશભાઈ એમ દ્વારા ડભોઇના નગરના વિસ્તાર જેવા કે નાદોદી ભાગોળ, શાંતિનગર,મહુડી ભાગોળ,નવીનગરી, ગાંધી આશ્રમ વગેરે જુદા જુદા વિસ્તારમાં તળાવમાંથી જંગલી વેલ કાઢવી, લાડવા,જંતુનાશક દવાઓનો છંટકાવ દવા નાખવી
મચ્છરજન્ય ફોર્ગીંગ મશીનથી દવા છાંટવી તેમજ જુદા જુદા વિસ્તારમાં 300 ઉપરાંત લોહીના સેમ્પલ લેવાની કામગીરી તેમજ મચ્છર કલેક્શન કરી કઈ જાત ના છે.
અને તેમાંથી કયા કયા રોગો થઈ શકે છે તેનું નિરીક્ષણ કરવું જેવી કામગીરી પૂરજોસમાં કરાઈ રહી છે સાથે ડભોઈ મેલેરીયા શાખાના ઇન્ચાર્જ રાજેશ ભાઈ કટારીયા દ્વારા જણાવ્યું હતું કે આ નાગરિકોના સ્વસ્થ લક્ષી કામગીરી અમારી મેલેરીયા શાખા છેલ્લા 35 વર્ષોથી ચલાવવામાં આવી રહી છે અને તે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા હેતુ આગળ પણ નિરંતર ચાલતી રહેશે.