Botad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે
Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. નાગલપરથી તુલસી ઠોળીયા નામનો શખ્સ અન્ય રાજ્યોમાંથી મોઘી કારોની ચોરી કરી વેપાર અર્થે લાવતા હોવાનું સામે આવ્યુ છે. દિલ્લી સહિત અન્ય રાજ્યોમાંથી કાર લાવીને સસ્તા ભાવે તે આરોપી તેને ગુજરાતમાં વેચી દેતો હતો. કેસમાં સુરતના બ્રિજેશ મોણપરા અને નાગલપરના રમેશ હાડગડાના નામ પણ ખુલ્યા છે. ત્યારે LCB પોલીસે 8 કાર સહિત 1.21 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દિલ્હી સહિતના રાજ્યોમાંથી ચોરીની કાર ગુજરાતમાં વેચવાનો મસમોટો પર્દાફાશ થયો છે. અન્ય રાજ્યોમાંથી ટોળકીઓ દ્વારા ચોરીની કારને સસ્તાભાવે ગુજરાતમાં પધરાવી દેવામાં આવતી હતી અને આ કાર સ્થાનિકો દ્વારા સસ્તાભાવે આપી દેવામાં આવતી હતી. બોટાદ LCB પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં અન્ય લોકોના નામ પણ પોલીસ તપાસમાં ખુલી શકે છે.
બોટાદના નાગલપર ગામે LCB પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરતા નાગલપર ગામના તુલસીભાઈ કાનજીભાઈ ઠોળીયા નામના શખ્સ પાસેથી અલગ અલગ 8 ચોરાઉ કાર મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કાર લાવી સસ્તા ભાવે વેચતા હોવાનું બહાર આવ્યું છે. LCB પોલીસે કારનો કબ્જો લઈને 1.21 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.