Gandhinagar Latest News: શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા તો ત્રણ લોકોની સ્થિતિ ગંભીર, 108ને લિહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ, રેન્જ IG અને SP લિહોડા ગામે પહોંચ્યા
- દહેગામના લીહોડા ગામે લઠ્ઠાકાંડની ચર્ચા, બેના મોત, ત્રણની સ્થિતિ ગંભીર
- 108ને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ, રેન્જ IG અને SP લીહોડા ગામે પહોંચ્યા
- 3 વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા
- પોલિસે દારૂના અડ્ડાઓ અને દારૂ પીનારાઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- ઝેરી દારૂનો FSLનો રિપોર્ટમાં મિથેનોલની હાજરી નહિ
- લઠ્ઠાકાંડનો નહીં હોવાનો પ્રાથમિક અહેવાલ
Gandhinagar News : ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી. જોકે પ્રાથમિક વિગતો મુજબ ઝેરી પીણાના FSL રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે. જેથી લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. આ તરફ હવે દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાને લઈ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.
ગાંધીનગર જિલ્લાના લીહોડા ગામેથી ચોંકવાનાર સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા તો શંકાસ્પદ ઝેરી પીણું પીતા ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. જેને લઈ આ ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ હવે ઝેરી પીણાનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ઝેરી પીણામાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થતાં હવે લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે.
પોલીસ આવી એક્શનમાં
આ તરફ આ બંને લોકોનું દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે 108 સેવાને લીહોડા ગામે સ્ટેન્ડબાય રખાઈ છે તો રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.