Bhavnagar News :ભાવનગરમાં ખુલ્લેઆમ ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ, નથી કોઈને કોઈનો ડર…..!
Bhavnagar News :ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોરબા ગામે અસામાજિક ઈસમોનો ત્રાસ દિન પ્રતિદિન વધ્યો છે. જ્યાં ગામના પશ્ચિમ દિશા તરફ ખેતર આવેલું છે જ્યાં ખુલ્લે આમ દેશી દારૂની ભઠીઓ ધમધમી રહી છે જ્યાં દેશી દારૂ બનાવામાં આવી રહ્યો છે. જેના વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે આ દારૂની ભઠ્ઠી બંધ કરાવવા બાબત ગામના સરપંચ કિશોરભાઈ દ્રારા એક વર્ષ પહેલા ગારિયાધાર બીટ જમાદારને મૌખિકમાં રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્રારા ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે તો બંધ કરાવવા બાબત જાણ કરવામાં આવી હતી જ્યારે ગામ લોકો દ્રારા એક સમયે ત્યાં જનતા રેડ પણ કરવામાં આવી હતી પણ તે છતા કોઈ નકકર પરિણામ આવ્યુ નહીં અને હાલના દિવસોમાં ત્યાં ફરી પાછી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ભઠ્ઠી ચલાવનાર લોકોને કોઈ કાયદાનો ડર વગર બેફામ દેશી દારૂ બનાવી રહિયા છે.
ત્યાર બાદ ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે આ બાબતે ત્યાંના અનુસૂચિત જાતિના સમાજના લોકોએ આ ત્રાસથી આ દારૂની ભઠ્ઠીઓથી કંટાળી અંતે દેશની ચોથી જાગીર કહેવાતી એવી મીડિયાનો સહારો લીધો હતો અને ત્યાંના લોકોનુ કહેવું છે કે આ ગામના યુવા વર્ગ નશાના રવાડે ચડી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે કોઈ મોટો લઠ્ઠાકાંડ જેવું થશે ત્યારે આનું જવાબદાર કોણ તેવો ડર ગામમાં ફેલાયો છે અને આ વિશે ગારિયાધાર પોલીસ સહિત ભાવનગર જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરી આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનાર લોકો કાયદાકીય કાર્યવાહી કરે અને એક દાખલા રૂપ કિસ્સો બેસાડે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે…..