Bhavnagar News :ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં ડીજેમાં નાચવા મામલે યુવાન પર હુમલો કરાયો હતો, જે યુવાનનું સારવાર – દરમિયાન મોત નીપજ્યું હતું
Bhavnagar News :ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં ડીજેમાં નાચવા મામલે યુવાન પર હુમલો કરાયો હતો. જે યુવાનનું સારવાર – દરમિયાન મોત નીપજ્યું હતું. કરચલિયા પરામાં રહેતા વિશાલ નામના યુવાન પર ત્રણ શખ્સોએ છરી અને પાઈપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવમાં વિશાલનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મૃત્યુ થતા પોલીસે હત્યાંની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે યુવાન પર હુમલો કરવા મામલે ગંગાજળિયા પોલીસમાં આલોક, દિનેશ ડાભી અને રોહીતની સામે ગુનો દાખલ કરાયો હતો. પરંતુ યુવાનની મોત થતા પોલીસે હત્યાંની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે મામલે રોહિત અને આલોક ઝડપાઈ ગયા હતા.
જ્યારે મૃતક યુવાનના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે, આ બનાવમાં આઠ જેટલા શખ્સો સામેલ હોય તે તમામના નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે અને જ્યાં સુધી તમામ આઠ શખ્સોના નામનો ઉમેરો નહી કરાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ નહીં સ્વીકાર્યે. આજે પોલીસે સમજાવટથી કામ લઈ પરિવારની જે કઈ માંગણી છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવતાં આખરે મૃતક વિશાલ ચૌહાણનો મૃતદેહ તેના પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યો હોવાનું સી.ડીવીઝન પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.