Bhavnagar News :ભાવનગરમાં કુમદવાડીમાંથી ઓનલાઇન જુગાર રમતા 13 વ્યક્તિઓને એલસીબી પોલીસે પકડી પાડ્યા છે
Bhavnagar News :જુગાર રમવાથી ઘણા બધા જુગારીઓના કંઈ કેટલાય પરીવારો બર્બાદ થયા છે. તેમ છતા જુગારીઓ પ્રતિબંધિત જુગાર રમવાનું બંધ કરતા નથી. પરંતુ જુગારીઓને પાઠ ભણાવવા ભાવનગર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તાજેતરમાં ભાવનગર પોલીસે ઘણા બધા જુગારના અડ્ડાઓ પર રેડ પાડીને આરોપીઓને પકડીને અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. ભાવનગરમાં વધુ એક જુગારીઓનો અડ્ડો પકડાયો છે.
જી હા, ભાવનગરમાં કુમદવાડીમાંથી ઓનલાઇન જુગાર રમતા 13 વ્યક્તિઓને એલસીબી પોલીસે પકડી પાડ્યા છે. ભાવનગર એલસીબીની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ હતી. તે વેળાએ ખાનગી રહે બાતમી મળેલી કે બોર તળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુમદવાડી પીટરના ડેલાની પાસે ઓનલાઇન ગેમિંગનો જુગાર રમાડી રહ્યા છે. જ્યાં રેડ કરતા ત્યાંથી દુકાનના માલિક સહિત 13 વ્યક્તિઓને એલસીબીની ટીમે પકડી પાડ્યા હતા.
રેડમાં ઓનલાઇન મશીન, 13 નંગ મોબાઇલ, એક વાઇફાઇ, 39 યાંત્રિક કાર્ડ તથા ધાતુના 17 નંગ સિક્કા સહિત કુલ રુપિયા 2,45,362 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ સાથે 13 આરોપીને પકડીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એલસીબી ની કામગીરીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.