Bhavnagar News : A-ડીવીઝન પોલીસ સ્ટેશન સામે રહેતા દંપતી પર ટોળા દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે
Bhavnagar News :ભાવનગરમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. લોકો કાયદો હાથમાં લેતા જરા પણ ડરતા નથી. સવાલ એ થાય છે કે શું લોકોને કાયદાનો ડર રહ્યો નથી? લોકો નાની-નાની બાબતોમાં જૂથ અથડામણ કરી અને હુમલો કરી રહ્યા છે. હત્યાની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે ભાવનરમાં પણ હુમલાની ઘટના સામે આવી છે. A-ડીવીઝન પોલીસ સ્ટેશન સામે રહેતા દંપતી પર ટોળા દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે.
ભાવનગર શહેરના A-ડીવીઝન પોલીસ સ્ટેશન સામે આવેલ વાલ્મીકિ વાસમાં રહેતા પરીવારની મહિલાની છેડતી કરતા આરોપીઓને ઠપકો આપતા 8 થી 10 જેટલા વ્યક્તિઓએ દંપતી પર હુમલો કર્યો હતો. હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી છે. તેથી દંપતીએ A-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરી છે.
આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસે પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય લોકો આ પ્રકારની લોકોને હેરાન કરવાની પ્રવૃતિ બંધ કરે. અને આવા અસાજિક તત્વોમાં ડર પેદા થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.