Bhavnagar News :ભાવનગર પાસેથી મોટી માત્રમાં દારૂનો જથ્થો મળી આવ્યો
Bhavnagar News :ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ ખુબ જ મોટી માત્રામાં જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ભાવનગર પાસેથી મોટી માત્રમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસની ટિમ દ્વારા રેડ પાડવામાં આવી ત્યારે આ દારૂનો જથ્થો પકડાયો હતો.
ભાવનગરના ભાલ પંથકમાં ભડભીડ ટોલનાકા પાસેથી એક ટેન્કરની અંદરથી ભારતીય બનાવટી મસ મોટો દારૂનો જથ્થો વિજેલસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ કામગીરીમાં આઈ એસ રબારી સાહેબની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ સનેસ પોલીસ સ્ટેશન ખાતે ટેન્કરને લઈ જઈને દારૂની પેટીઓની ગણતરી ચાલી રહી છે જ્યારે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.