Bhavnagar News :ભાવનગરમાંથી કફ શીરપનો જથ્થો મળી આવ્યો
Bhavnagar News :ઘણી વખત ગુજરાત રાજ્યમાંથી કફ શિરપનો જથ્થો મળી આવતો હોય છે ત્યારે ભાવનગરમાંથી કફ શીરપનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે પોલીસે મુદ્દામાલ સાથે ઇસમની ધરપકડ કરી છે. ભાવનગર એસ.ઓ.જી. પોલીસે કફ શીરપનો જથ્થો બિન અધિકૃત બોટલ નંગ ૨૪૫ જેની કિંમત રૂ.૨૩૩૪૯/- હતી અને આ મુદ્દામાલ સાથે પોલીસ એક ઇસમને પકડી પાડ્યો છે.
ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી હતી અને તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના પણ આપી હતી. જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.વાળાને ખાનગી બાતમી આધારે ઇનાયત ઉર્ફે ખાટકી મહમદભાઇ બાવનકા રહે. મોતીતળાવ, શેરી નં.૪ અબ્દલા મસ્જીદ પાસે, ભાવનગર વાળાએ પોતાના ઘરમાં codeine phosphate નુ ઘટક તત્વ ધરાવતી કફ શીરપની બોટલોનો જથ્થો બિન અધિકૃત રીતે પોતાના કબ્જામાં રાખી છુટકમાં વેપાર કરતો હતો.
કુલ બોટલ નંગ ૨૪૫ જેની કિંમત રૂ.૨૩૩૪૯/- તથા મોબાઇલ રૂ.૫૦૦૦/- સહીત કુલ રૂ.૨૮૩૪૯/- ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડ્યો છે. આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ગુલમહમદભાઇ કોઠારીયાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાયો છે.