Bhavnagar News :કરચલિયાપરાના ડોન તરીકેની ઓળખ આપી શખ્સોએ મારી નાખવાની ધમકી પણ આપી
Bhavnagar News :ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક ઉપર કુંભારવાડા વિસ્તારમાં બુલેટ સવાર બે યુવકોએ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી પોતે કરચલીયાપરા વિસ્તારના ડોન હોવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

આ બનાવમાં ઈજાગ્રસ્ત રીક્ષા ચાલક મોહીનભાઈ ડોડીયાને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમને બંને ઈસમો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં યુવાન પર હુમલો કરનાર બે શખ્સોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોક્ષ મંદિર પાસે રિક્ષાચાલક મોઇન નામના યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો અને બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તજે અંગે ફરિયાદના આધારે બોર તળાવ પોલીસે કરચલીયા પરા વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ તેમજ સંતોષભાઈ નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. અને બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બોરતળાવ પોલીસ મથક દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.