Bhavnagar Crime News :હોર્ન મારવા બાબતે ઠપકો આપતા ઘરમાં ઘુસી યુવકની હત્યા | Breaking News 1

Spread the love

Bhavnagar Crime News :ભાવનગરમાં બાઈકમાં હોર્ન મારવા જેવી બાબતે યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે

Bhavnagar Crime News :ભાવનગરમાં બાઈકમાં હોર્ન મારવા જેવી બાબતે યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 26 ફેબ્રુઆરીએ બનેલ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જેમાં ગઈકાલે યુવાને દમ તોડતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી છે. હાલ વરતેજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. 

મળતી માહિતી અનુસાર, ભાવનગરના આખલોલ જકાતનાકા ખાતે રહેતો પ્રકાશ કાનજીભાઈ બોરીચા નામનો શખ્સ આ વિસ્તારમાં જ રહેતા બદાભાઈ મકવાણાના ઘર પાસેથી અવાર-નવાર બાઈક લઈને હોર્ન મારતા-મારતા નીકળતો હતો. જેથી દોઢેક મહિના પહેલા પ્રકાશને બદાભાઈએ ઠપકો આપ્યો હતો. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલે બંનેનું સમાધાન થઈ ગયું હતું. 

Bhavnagar

છતાં ગત 26 ફેબ્રુઆરીએ પ્રકાશ આ ઘટનાની દાઝ રાખીને બદાભાઈના ઘરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ઘુસી ગયો હતો. આ દરમિયાન તેણે બદાભાઈના પત્ની જયાબેનને પાટું માર્યું હતું. જેમાં બદાભાઈનો પુત્ર કિશન મકવાણા (ઉં.વ 18) વચ્ચે પડતા પ્રકાશે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. 

જે બાદ કિશનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બનાવ અંગે બદાભાઈ મકવાણાએ ગત 27 ફેબ્રુઆરીના રોજ પ્રકાશ નામના શખ્સ સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને જેલના હવાલે કર્યો હતો. તો કિશનની સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અહીં આજે કિશનનું મૃત્યુ નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. જેથી વરતેજ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *