Bhavnagar News :5 વર્ષની માસૂમ બાળકીને નરાધમે પીંખી નાખી, Breaking News 1

Spread the love

Bhavnagar News :એક નરાધમ શખ્સે બાળાને હવસનો શિકાર બનાવી પીખી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે

Bhavnagar News :ભાવનગરમાં એક પાંચ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી કે જેણે હજુ દુનિયાદારીને સમજવામાં પાપા પગલી માંડી છે, ત્યાં એક નરાધમ શખ્સે બાળાને હવસનો શિકાર બનાવી પીખી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે. હવસખોર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.  

Bhavnagar

સાંપ્રત સમાજ માટે લાલબત્તીરૂપ ઘટનાની મળતી વિગત અનુસાર શહેરના રાણિકામાં જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે ગોળિયો સુરેશભાઈ ભીલ નામના નરાધમ શખ્સને હવસનો કીડો સળવળતા ગઈકાલે શનિવારે બપોરના સમયે એક પાંચ વર્ષની બાળકીને પૈસા દેખાડી માવો લઈ આપવાનું કહીં માસૂમને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં શૈતાનને પણ શરમાવે તેમ બાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યા બાદ દુુષ્કર્મ આચર્યું હતું.

આ ચકચારી બનાવ અંગે ભોગગ્રસ્તની માતાએ સ્થાનિક ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (એફ), ૩૭૬ એબી, ૩૭૭ અને પોક્સો અધિનિયમની કલમ ૪, ૬, ૧૦ મુજબ ગુનો આગળની તપાસ પી.આઈ. એન.કે. ડાભીએ હાથ ધરી હતી.

વધુમાં બાળકી ઉપર કુકર્મ થયાનો ગુનો નોંધાતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તુરંત તપાસનો ધમધમાટ આદરી નરાધમ શખ્સ મનીષ ઉર્ફે ગોળિયો ભીલની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *