Bharamala Pariyojana : ભારતમાલા પરિયોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની મહત્વકાંક્ષી પરિયોજનાઓમાંની એક છે.
Bharamala Pariyojana : આ પરિયોજનાનો મકસદ ઈકોનોમીને વેગ આપવા આવાગમનોનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે.
ભારતમાલા પરિયોજના એકવાર પુર્ણ થયાં બાદ, નૂર લોજિસ્ટિક્સ અને મુસાફરીનાં સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવાં મળશે.
મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝનાં તા. ૧૦ ૨૦૨૦ નાં નોટીફિકેશનમાં જણાવ્યાં મુજબ, નવો નેશનલ હાઈવે (એક્સપ્રેસ વે) નંબર એનઈ- ગુજરાત વડોદરા નજીકનાં નવાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૧૪૮-એન અને એનઈ- ૧ નાં જંકશનથી ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીનાં સેલવાસ, મહારાષ્ટ્ર રાજ્યનાં વિરાર, ભિવંડી, કલ્યાણ, બદલાપુરને જોડી, નવાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૩૪૮ જે જેએનપીટી પનવેલ નજીકનાં જંકશન પર સમાપ્ત થશે.


ભારતમાલા પરિયોજના ફેઝ-૨ (પેકેજ- ૧૧) હેઠળ હાઈબ્રિડ એન્યુઈટી મોડ પર મહારાષ્ટ્ર રાજ્યનાં ગંજાડથી તલાસરી સેકશનનાં ૭૭ કીમી થી ૧૦૩.૪૦ કીમી સુધીનાં ૮ લેન એક્સેસ કંટ્રોર્લ્ડ એક્સપ્રેસ વે નિર્માણનું કામ હાથ ધરાયું હતું. સદર કામગીરીની દેખરેખ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા હેઠળચાલતી હોવાનું જણાયું છે.
સદર પ્રોજેક્ટ કોસ્ટ અંદાજે રૂપિયા ૧૦૨૭થી ૧૨૬૦ કરોડ જેટલો અથવા તેની સમકક્ષ હોવાનું સાંભળવા મળ્યું છે.
આ ૪ વે યાને, ૮ લેન વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ઉમરગામ જીઆઈડીસીથી આશરે ૧૨ થી ૧૫ કીમીનાં અંતરથી પસાર થાય છે.