Bangladesh Fire News :સાત માળની ઈમારતમાં લાગી ભયંકર આગ, 43 લોકોનાં મોત, Breaking News 1

Spread the love

Bangladesh Fire News :ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભયંકર આગની ઘટના બની હતી.

Bangladesh Fire News :ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભયંકર આગની ઘટના બની હતી. જેમાં અત્યાર સુધીમાં 43થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે ઘાયલોને આંકડો 22ને વટાવી ગયો છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે. આ આગના કારણે ઢાકામાં હાહાકાર મચી ગયો છે.

Bangladesh

આગની ઘટના ગુરુવારે રાતે 9:50 વાગ્યે બની હતી. અહીં ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં આગની શરૂઆત થઈ હતી. જે ધીમે ધીમે ઉપરના માળાઓ સુધી ફેલાઈ ગઇ હતી. ત્યારે એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઈમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેમાં 42 બેભાન થઇ ગયા હતા. આ લોકોને ઈમારતથી હેમખેમ બહાર લવાયા હતા. 

ફાયરબ્રિગેડની ટીમની 13 ગાડીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બાંગ્લાદેશના સ્વાસ્થ્યમંત્રી ડૉ. સામંત લાલ સેને કહ્યું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા અને જોકે શેખ હસીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની માહિતી છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *