Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે
Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને આ માટે ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં નિમંત્રણ નહીં આપવાને લઇ અદાવત રાખીને 9 જેટલા શખ્શોએ હુમલો કર્યો હતો. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
તાજેતરમાં જ ભાભરના ગોસણ ગામે રામાપીર મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં નિમંત્રણ નહીં આપવાને લઈ કેટલાક પરિવારોમાં મનદુઃખ સર્જાયુ હતુ. જેને લઈ સરપંચ તેજાજી શિવાજી ઠાકોર પર 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. કાર, પીકઅપ ડાલુ અને ટ્રેક્ટરમાં આવેલા ગામના જ શખ્શોએ સરપંચના ઘરે હુમલો કર્યો હતો.
હુમલામાં સરપંચ અને તેમના પરિવારજનોના ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. ટોળાએ સરપંચની કાર અને મોપેડ સહિત દુકાન સહિતની તોડફોડ કરી હતી. ઘટના અંગે સરપંચના પુત્ર અંકિત ઠાકોરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે 9 આરોપીઓ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી છે.