Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં શ્રીમુલ ડેરીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા
Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં શ્રીમુલ ડેરીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ માસ અગાઉ લેવામા આવેલા સેમ્પલનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. શ્રીમુલ ડેરીના ઘીના 2 સેમ્પલ ફેઈલ થતાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે દિવસ દરમિયાન પણ દરોડો પડતા 42 લાખનું ઘી જપ્ત કરવામાં આવ્યુ હતુ.
બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં શ્રીમુલ ડેરીના ઘીના સેમ્પલ નિષ્ફળ આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા ત્રણેક મહિના અગાઉ ઘીના સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાંથી બે સેમ્પલ ફેઇલ થયા છે. શ્રીમુલ ડેરીના ઘીના સેમ્પલ નિષ્ફળ થવાને લઈ હવે ફૂડ વિભાગે આગળ કાર્યવાહી હાથ ધરી છે. જે મુજબ હવે ડેરીના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરાશે. તે વખતે 15 લાખના ઘીના જથ્થાને જપ્ત કરવામાં આવ્યુ હતુ.
બે દિવસ પહેલા પણ અહીં દરોડાના કાર્યવાહી કરવામાં આવી હતી. બે સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં સૌથી વધારે ઘીનો શંકાસ્પદ જથ્થો શ્રીમુલ ડેરીનો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યાં 42 લાખના ઘીના જથ્તાને જપ્ત કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.