Banaskantha Crime News :બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર હિન્દુ અને મુસ્લિમના ઝઘડાને લઇને વાતાવરણ તંગ બન્યુ છે
Banaskantha Crime News :બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર હિન્દુ અને મુસ્લિમના ઝઘડાને લઇને વાતાવરણ તંગ બન્યુ છે. હાલમાં જ માહિતી મળી છે કે, જિલ્લાના અંબાજી નજીક આવેલા હડાદ ગામમાં એક હિન્દુ યુવાન સાથે બે મુસ્લિમ યુવાનો દ્વારા સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યા આચરવાની ઘટના ઘટી છે, આ મામલે હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા હડાદ ગામમાં એક સનસનીખેજ ઘટના ઘટી છે. અહીં એક હિન્દુ યુવાન સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કર્યાનો આરોપ લાગ્યો છે.
ગામના બે મુસ્લિમ યુવકો દ્વારા એક હિન્દુ યુવાન પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે, આ ઘટનાને લઇને ગ્રામજનો અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે, આજે આ મામલે સમગ્ર હદાડ ગ્રામજનોએ ગામની તમામ દુકાનો બંધ રાખીને એક જંગી રેલી યોજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, એટલુ જ નહીં 1000થી વધુના હિન્દુ ગ્રામજનોના ટોળાએ પોલીસ સ્ટેશન પાસે જઇને ફરિયાદ લેવા માટે પોલીસ હાય હાય ના નારા પણ લગાવ્યા હતા. હાલમાં હદાડમાં વાતાવરણ તંગ બન્યુ છે.