Arvind Kejriwal Case :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી
Arvind Kejriwal Case :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે EDને જવાબ દાખલ કરવા માટે 2 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 3 એપ્રિલે થશે. આ કેસની સુનાવણી આજે સવારે શરૂ થઈ હતી. લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે ED એ અરવિંદ કેજરીવાલની તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. દિલ્હી કથિત દારૂ કૌભાંડમાં રૂઝ એવન્યુ કોર્ટે તેને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતા.
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે EDની ધરપકડ અને કસ્ટડીને પડકારતી કેજરીવાલની અરજી પર નોટિસ જારી કરી છે અને ED પાસેથી જવાબ માંગ્યો છે. એજન્સીએ 2 એપ્રિલ સુધીમાં વચગાળાની રાહત માટેની કેજરીવાલની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટ હવે આ કેસની સુનાવણી 3 એપ્રિલે કરશે. ત્યારે આ વખતે તેમને રાહત આપવામાં આવી નથી અને આગામી સુનાવણી 3 એપ્રિલે કરવામાં આવશે.