Arvind Kejriwal :જેલમાંથી જ સરકાર ચલાવવાની જાહેરાત કરનાર કેજરીવાલે ઈડીની કસ્ટડીમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ પણ કરી દીધું છે
Arvind Kejriwal :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. જેલમાંથી જ સરકાર ચલાવવાની જાહેરાત કરનાર કેજરીવાલે ઈડીની કસ્ટડીમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ પણ કરી દીધું છે. ત્યારે તેમણે અગાઉ પાણી પુરવઠા વિભાગને લઈને એક આદેશ જાહેર કર્યો હતો. ત્યારે હવે તેમના દ્વારા વધુ એક આદેશ જાહેર કરાયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21મી માર્ચે દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રાઉઝ એવન્યું કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જેલમાં જવા છતાં અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી.
તેઓ જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. પહેલા તેમણે જેલમાંથી જ દિલ્હીના લોકોને પાણી પહોંચાડવા અંગેના આદેશો જારી કર્યા હતા. જો કે આ આદેશને લઈને પણ સવાલો ઉભા થયા છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી જ વધુ એક આદેશ આપ્યો છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય માટે નવી સૂચનાઓ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આ અંગે જણાવશે કે આદેશ સેના માટે છે.
ત્યારે હવે દિલ્હીમાં જેલમાંથી સરકાર ચાલી રહી છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પેહલા જ એક આદેશ જેમમાંથી આપવામાં આવ્યો હતો ત્યાર બાદ હવે બીજો આદેશ પણ આપવામાં આવી રહ્યો છે.