Arvalli News :ધનસુના પરબડી ચોક વિસ્તારમાં ભંગારના સામાન ભરેલ ગોડાઉમાં આગ લાગવાને લઈ મોડાસાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
Arvalli News :અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આગની ઘટના નોંધાઈ છે. ધનસુના પરબડી ચોક વિસ્તારમાં ભંગારના સામાન ભરેલ ગોડાઉમાં આગ લાગવાને લઈ મોડાસાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ આસપાસમાં પ્રસરવાની ભીતીને લઈ સ્થાનિકોએ પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. મોડાસાથી ફાયર ટીમ આવી પહોંચતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ધનસુરામાં આવેલ પરબડી ચોક વિસ્તારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. પરબડી ચોક વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં અચાનકજ આગ ફેલાઈ હતી. આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ગતી. ઘટનાને પગલે સ્થાનિકોએ આગને આસપાસમાં પ્રસરતી અટકાવવા માટે પ્રયાસો કર્યા હતા.
બીજી તરફ મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ભંગારનો સામાન ગોડાઉનમાં ભરેલ હોવાને લઈ આગ વધુ પ્રસરી હતી.