Anant Radhika Wedding :કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે
Anant Radhika Wedding :રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે.
ઘણા મોટા સ્ટાર્સ ગુજરાતના જામનગર પહોંચી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક જોવા મળી રહી છે. સાથે જ હાલ પોપ સેન્સેશન રિહાનાના પણ પરફોર્મન્સ આપતા ઘણા વીડીયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્રણ દિવસીય ઉજવણીની શરૂઆત કોકટેલ, ડ્રોન શો અને આંતરરાષ્ટ્રીય પોપ આઇકોન રીહાનાના શાનદાર પર્ફોમન્સ સાથે થઈ હતી.
સૌથી પહેલા નીતા અને મુકેશ અંબાણીએ પોતાના રોમેન્ટિક અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ રાજ કપૂરના પ્રખ્યાત ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ પર પરફોર્મ કર્યું હતું. સાથે જ પ્રી-વેડિંગ ઈવેન્ટમાંથી ઘણી તસવીરો સામે આવી છે. ચાહકો આતુરતાથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા.
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જામનગર અને અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી છે. રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવ્યા છે.