Anant Radhika Wedding :દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે
Anant Radhika Wedding :દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. આ માટે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આજથી એટલે કે 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. ત્યારે બોલીવુડ થી લઈને હોલિવૂડ સુધીના દિગ્ગજ લોકો જામનગરના મહેમાન બન્યા છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે.
બોલિવૂડ સેલેબ્સ એક પછી એક જામનગર પહોંચ્યા
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સેલેબ્સ એક પછી એક જામનગર પહોંચવા લાગ્યા છે. સલમાન ખાન, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ પ્રી-વેડિંગ બેશનો ભાગ બનવા જામનગર પહોંચી ગયા છે. તાજેતરમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જામનગર અને અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરેક લોકો નવા જોડાને અભિનંદન પાઠવી રહ્યા છે. અને દરેક મહેમાન માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે.
રિહાનાથી લઈને અક્ષય કુમાર જામનગર પહોંચ્યા
રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે. રિહાનાથી લઈને અક્ષય કુમાર અને રણબીર કપૂર જામનગર પહોંચી ગયા છે. આલિયા ભટ્ટ અને નીતુ કપૂર પણ આજે જામનગર જવા રવાના થયા હતા. આ સિવાય અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, કેટરિના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર પણ લગ્ન પહેલાની ઇવેન્ટમાં હાજરી આપશે. ત્યારે હોલિવૂડના લોકો પણ આ લગ્નમાં જોડાશે.
અયાન મુખર્જી અને બોની કપૂર આપશે હાજરી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના Dy CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જામનગર પહોંચ્યા હતા. સાથે જ ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી અને બોની કપૂર પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જામનગર આવી ગયા છે.
900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્સના પ્રિ-વેડિંગને લઈને દેશ-વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને એમની સુરક્ષા માટે 900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવશે. ખાસ કરીને એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના vvip લોકો આવી રહ્યા છે અને એમના રહેવા માટે રિલાયન્સ ટાઉનશિપમાં ખાસ વ્યવસ્થા છેલ્લા બે માસથી ચાલી રહી છે. ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે અને વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોનો ઉતારો અહીં જ થવાનો છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ, કિચન તેમજ આધુનિક બાથરૂમ વગેરેની સુવિધાઓ કરવામાં આવી છે.
આજથી એટલે કે 1થી 3 માર્ચ દરમિયાન યોજાનારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશમાંથી મહેમાનો આવી રહ્યા છે અને આ મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.