Anand: Liquor worth 1.25 lakh was seized કાસોર લાડકુઈ સીમમાં કારમાંથી 1.25 લાખનો દારૂ ઝડપાયો
Anand: Liquor worth 1.25 lakh was seized |એલસીબીને જોઈને બુટલેગર નાસી ગયો
આણંદ : આણંદ એલસીબી પોલીસની ટીમે શુક્રવારે મધ્યરાત્રે સોજિત્રા તાલુકાના કાસોર ગામની લાડકુઈ સીમ વિસ્તારમાંથી ૨૧ નંગ વિદેશી દારૂની પેટીઓ ભરેલી એક ઈનોવા કાર ઝડપી પાડી હતી. જો કે બુટલેગર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ એલસીબી પોલીસની ટીમ શુક્રવારે નાઈટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન સોજિત્રા તાલુકાના કાસોર ગામની લાડકુઈ સીમ વિસ્તારમા રહેતો દિલીપ ગલાબભાઈ પરમાર પોતાના તબેલા નજીક ખેતરમાં વિદેશી દારૂ મંગાવી કટીંગ કરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી મોડી રાત્રિના સુમારે પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો.
જ્યાં ઘટના સ્થળેથી એક ઈનોવા કાર મળી આવી હતી. જેમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ ભરેલી પેટીઓ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાંધીનગર પાસીંગની ઈનોવા કારમાંથી વિદેશી દારૂ જપ્ત કરી તબેલા ખાતે તપાસ કરતા દિલીપભાઈ પરમારના પત્ની ત્યાં હાજર હતા. જેઓની પૂછપરછ કરતા આ ઈનોવા ગાડી તેમના પતિ દિલીપભાઈએ મંગાવી હોવાનું અને પોલીસને જોતા જ ક્યાંક રફુચક્કર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂા.૧,૨૫,૨૮૦નો વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂા.૬,૨૫,૨૮૦નો મુદ્દામાલ જપ્ત કરી દિલીપભાઈ પરમાર વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.