AMTS ડ્રાઈવરે નશાની હાલતમાં બસ હંકારી

Spread the love

લોકોએ દારુ પીધેલા ડ્રાઈવરનો વિડિયો ઉતાર્યો, AMTS ડ્રાઈવરે નશાની હાલતમાં બસ હંકારી,૩૫ મુસાફરોનો બચાવ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS)ના બસ ડ્રાઈવરે દારુ પીધેલી હાલતમાં બસ હંકારી વાડજ ટ્રાફિક સિગ્નલે બસ અથડાવી બસમાં સવાર ૩૫ મુસાફરોના જીવ જોખમમાં મુકતા ઘટના બાદ ડ્રાઈવરને નોકરીમાંથી બરતરફ કરવાની સાથે એજન્સીને પેનલ્ટી કરવામાં આવી છે.

AMTS

વાડજ ટ્રાફિક સિગ્નલે બસ અથડાવનારા ડ્રાઈવરને નોકરીમાંથી બરતરફ કરાયો

AMTSની રુટ નંબર-૧૩૦-૪ મનમોહન પાર્કથી નવા વાડજ તરફ જઈ રહી હતી એ સમયે દારુ પીધેલી હાલતમાં બસ હંકારી રહેલા બસ ડ્રાઈવરે બપોરે ૧.૨૫ કલાકના સુમારે વાડજ સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલ સાથે બસ અથડાવી અકસ્માત સર્જતા બસમાં મુસાફરી કરી રહેલા ૩૫ જેટલા મુસાફરોના જીવ તાળિયે બંધાઈ ગયા હતા.

બસમાં મુસાફરી કરી રહેલા લોકોને બસ ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારતો હોવાની ખબર પડતા બસમાંથી નીચે ઉતરી ગયા હતા.લોકોએ નશાની હાલતમાં રહેલા ડ્રાઈવરનો વિડિયો ઉતારી સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યો હતો.ઘટના બાદ એ.એમ.ટી.એસ.ના આર એલ પાંડે ડ્રાઈવરના બચાવમાં આવ્યા હોય એમ તેમણે કહયુ,ડ્રાઈવરે બસ એક ટ્રાફિક સિગ્નલ સાથે અથડાવી હતી.

તપાસ કરતા બસ ડ્રાઈવર નારણભાઈ,બેઝ નંબર-૮૭૫એ કેફી પીણું પીધુ હોવાનુ જણાયુ હતુ.ઘટના બાદ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને બસ બંધ કરી અન્ય બસમાં શિફટ કરવામાં આવ્યા હતા.પબ્લિક ભેગી થઈ જતા ડ્રાઈવર ભાગી જતા સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બસ જમા લઈ બાદમાં પરત કરી હતી.એ.એમ.ટી.એસ.ના આ અધિકારીના દાવા સામે ઘટનાના નજરે જોનારાઓએ કહયુ,ડ્રાઈવર પોતે એના પગ ઉપર સ્થિર ઉભો રહી શકતો નહોતો તો ભાગી કેવી રીતે જાય?

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *