Amreli News :અમરેલી શહેરની શાંતા બા જનરલ સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે 9 દર્દીઓને ઇન્જેક્શન આપતા રીએક્શન આવતા મોડી રાતે હોબાળો મચ્યો
Amreli News :દર્દીઓને સગા સબંધીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા ફરી સિવિલ સામે દર્દીઓમાં રોષ
Amreli News :રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ કરોડોના ખર્ચ કરી ઉભી કરવામાં આવે છે પરંતુ દર્દીઓને આરોગ્ય વાંરવાર જોખમમાં મુકાય રહ્યું છે ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે 9 જેટલા દર્દીઓને બાટલા ચડ્યા બાદ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને અચાનક રીએક્શન આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા અને દર્દીઓને સગા સબંધીઓ દ્વારા મોડી રાતે સિવિલમાં હોબાળો મચાવી ફરજ પરના તબીબો સ્ટાફ સામે રોષ વ્યકત કર્યો હતો.
જેના કારણે ફરીવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાય છે અને આખી સિવિલમાં અન્ય દર્દીઓને જીવ પણ હવે તાળવે ચોંટી ગયા છે અહી હોસ્પિટલમાં આસપાસના રૂલર વિસ્તારમાંથી મોટાભાગે દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે. ઉપરાંત આખાય જિલ્લા માંથી દર્દીઓને વધુ સારવાર માટે અહીં રીફર પણ કરવામાં આવતા હોય છે.
દર્દી મકવાણા નિતાલીએ કહ્યું, મને ટાઈફોડ તાવ હતો 15 દિવસથી બાટલો ચડાવ્યો તો પગમાં અને બધે ઠંડુ થઈ ગયું અને અજુગતું થવા લાગ્યું હતું 10 જેટલા લોકોને રીએક્શન આવ્યું હતું. દર્દીના પતિ ધર્મેન્દ્ર સિંગએ કહ્યું, 5 દિવસથી મારા પત્ની અહીં છે થોડું સારું હતું રાતે 3 ઇન્જેક્શન આપ્યા પછી એના પછી હાલત ખરાબ થયા અને પછી સિસ્ટર કે સારું થઈ જશે સારું થય જશે તેવું કહ્યું હતું અને હાલ હોસ્પિટલ દ્વારા સારવાર કરુ દીધી હતી.
અમરેલી શાંતા બા સિવિલના એમડી. ફીજીશિયન વિજય વાળાએ કહ્યું રાતે દર્દીઓને ઇન્જેક્શન બોટલ ચાલુ કર્યા બાદ અડધો કલાકમાં ફરિયાદો મળી 15 દર્દીઓને રીએક્શન આવ્યું ત્યારબાદ સારવાર આપી જેટલા દર્દીઓને સારવારમાં સારું થયું તેને રજા આપી દીધી છે અને એકપણ દર્દી ગંભીર હાલતમાં નથી બધાને સારું પણ થઈ ગયું છે.
રીએકશન આવાનું કારણ દર્દીની તાસીર ઉપર છે ક્યાં દર્દીઓએ ક્યા ઇન્જેક્શનથી રીએક્શન છે આપણે હવે તપાસ કરીએ છીએ જે ઇન્જેક્શન છે તેમા કય સોર્સ નથીને તે તપાસ કરીશું તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આપણે સેમ્પલ મોકલીશું હવે આગળની કાર્યવાહી થશે.