Amreli News :અમરેલી સાવરકુંડલા રોડ શેત્રુંજી નદી વિસ્તારમાં એક સાથે 3 સિહો ફરતા નજરે ચડ્યા હતા.
Amreli News :અમરેલી જિલ્લામાં સિંહોના આટા ફેરા અવાર નવાર જોવા મળતા રહે છે ત્યારે અમરેલી સાવરકુંડલા રોડ શેત્રુંજી નદી વિસ્તારમાં એક સાથે 3 સિહો ફરતા નજરે ચડ્યા હતા.
મસ્તીમાં મશગૂલ સિંહોને જોવાનો વાહન ચાલકોએ ભરપૂર આનંદ માણ્યો હતો જાહેરમાં આવા દ્રશ્યો લોકોને હેરાન કરે છે પરંતુ હકીકતમાં તો લોકો અને વનરાજાઓ સાથે એક લાગણીનો નાતો જોડાઈ ચૂક્યો છે સિહોથી હવે કોઈને પણ ડર લાગતો નથી અવાર નવાર રોડ ઉપર ચડી આવે છે અને લોકો એને દૂરથી નિહાળતા હોય છે જેના દૃશ્યો આપણે સૌ જોતા રહીએ છીએ… જાણે એવું લાગી રહ્યું છે કે વનરાજાઓને વનમાં નહીં પણ શહેર તરફ પોતાનું રહેણાંક લઈ જવું હોય તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે.