Amreli News :નડિયાદથી કોડીનાર આવી રહેલો ટ્રક હિંડોરણા ચોકડી નજીક રોકાવતા અને તપાસ કરતાં આ ટ્રકમાં લાકડાનો જથ્થો ભરેલો હોય જે નડિયાદથી કોડીનાર તરફ જઈ રહ્યો હતો
Amreli News :રાજુલા ફોરેસ્ટ વિભાગનું તંત્ર જ્યારે મોડીરાત્રીના પેટ્રોલિંગ કરી રહ્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ નડિયાદથી કોડીનાર આવી રહેલો ટ્રક હિંડોરણા ચોકડી નજીક રોકાવતા અને તપાસ કરતાં આ ટ્રકમાં લાકડાનો જથ્થો ભરેલો હોય જે નડિયાદથી કોડીનાર તરફ જઈ રહ્યો હતો.

ત્યારે કોઈપણ જાતના ડોક્યુમેન્ટ વગર આ જથ્થો જણાતા રાજુલા ફોરેસ્ટ વિભાગના અધિકારી આર એફ ઓ મકરાણીએ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ડી સી એફ અમરેલીના સુચના મુજબ રાજુલાના આર.એફ.ઓ મકરાણી તેમજ તેની ટીમ દ્વારા આ ગાડીનો કબજો લેવામાં આવેલ છે. અને સાથે સાથે તેમના ડ્રાઇવર રાઠોડ દીપકભાઈ જીવાભાઇ ગામ માલસરમ તેમજ રમેશભાઈ બધાભાઈ મેર રહેવાસી કોડીનાર આ બંનેને આ ટ્રક સાથે અટક કરવામાં આવેલ છે વધુ તપાસ આર એફ મકરાણી ચલાવી રહેલ છે.