Amreli News :અમરેલી ક્રાઈમ બ્રાન્ચે અમરેલી તાલુકાના જાળીયા ગામે સોની વેપારીને માર મારી લૂંટ કરનાર પરપ્રાંતીય ગેંગને ગણતરીની કલાકોમાં પકડી પાડી હતી
Amreli News :અમરેલી ક્રાઈમ બ્રાન્ચે અમરેલી તાલુકાના જાળીયા ગામે સોની વેપારીને માર મારી લૂંટ કરનાર પરપ્રાંતીય ગેંગને ગણતરીની કલાકોમાં પકડી પાડી હતી. અમરેલી તાલુકાના જાળીયા ગામે બે દિવસ પહેલા બાઈક ચાલકને લૂંટનાર આરોપી ઝડપાયા હતા. સમગ્ર હકિકત એવી છે કે રોહીતભાઇ સતિષભાઈ ધાણક, ઉ.વ.૩૪ યુવકએ પોતાની જાળીયા ગામે આવેલ શ્રીનાથજી જવેલર્સ નામની દુકાન બંધ કરી, જાળીયા ગામેથી અમરેલી તરફ પોતાનું મોટર સાયકલ લઇ આવતા હતા તે દરમિયાન રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે જાળીયા ગામની બહાર, પેટ્રોલ પંપની આગળ વળાંકમાં તેઓ પહોંચતા ચાર અજાણ્યા માણસોએ આ રોહીતભાઈના મોટર સાયકલની આગળ આવી પાઈપ વડે રોહીતભાઈને માર મારી તેની પાસે રહેલ કુલ રૂ.૩૦૦૦ ની લૂંટ કરી હતી.
Amreli News :રોહીતભાઈને દોરડાથી બાંધી, બાવળની કાંટમાં નાખી દઇ નાશી જઇ ગુનો કરેલ હતો, જે અંગે રોહીતભાઈએ ચાર અજાણ્યા આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ ગુન્હો નોંધાયો હતો જેના આધારે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢ્યા હતા તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપ્યા હતા.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલનાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત અનડીટેક્ટ લુંટના બનાવના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવી હતી તેમજ આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમોની અંગે અમરેલી તાલુકા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે કમીગઢ – ઢોલરવા ગામની સીમમાંથી વર્ણન વાળા ચારેય ઇસમોને પકડી પાડી પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનડીટેક્ટ લુંટનો ગુનો તેમજ પોતાના સાગરીતો સાથે અન્ય ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિતની ૧૧ ગુનાનોની કબુલાત આપેલ છે.
જેમાં અમરેલી LCB એ (આરોપી- ૧) જગદીશ માનસિંહ ડાવર, ઉ.વ.૨૫, (આરોપી – ૨) રાજેશ રાયસિંહ દેહદિયા (આરોપી – ૩) અનીલ લીમસિંહ ડાવર, ઉ.વ. ૧૯, (આરોપી – ૪) સંજય બુધુભાઈ કીકરીયા, ઉ.વ.૨૦, ને ઝડપી પાડ્યા હતા આમ અમરેલી એલસીબીની ટીમે ચોરીનો ભેદ ઉકેલીને વધુ કાર્યવાહી માટે અમરેલી તાલુકા પોલીસેને આરોપીને આપી આપેલ છે.