Amreli News :અમરેલી અને વિસાવદરમાં એક મહિલા ઢોંગી તાંત્રિકના ષડયંત્રનો શિકાર બની છે, પતિથી અલગ રહેતી રાજકોટની પરીણિતા પોતાના 3 વર્ષના બાળકને મળવા અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઇ
Amreli News :રાજ્યમાં વધુ એકવાર અંધશ્રદ્ધાનો કિસ્સો ધ્યાને આવ્યો છે. અમરેલી અને વિસાવદરમાં એક મહિલા ઢોંગી તાંત્રિકના ષડયંત્રનો શિકાર બની છે. પતિથી અલગ રહેતી રાજકોટની પરીણિતા પોતાના 3 વર્ષના બાળકને મળવા અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઇ છે.

Amreli News :મહિલા મિત્રએ જ તાંત્રિકનો સંપર્ક કરાવ્યો
વડોદરાની પરીણિતાનું તાંત્રિકવિધિના બહાને શારીરિક શોષણ થયાની ફરિયાદ નોંધાઈ છે. જેની વિગતો મુજબ વાત કરીએ તો અલગ અલગ વિધિ કરવાના બહાને ઢોંગી તાંત્રિકે પરીણિતા પાસેથી પૈસા પડાવ્યા હતાં. સાથો સાથ તે મહિલાને દેહવિક્રયના ધંધામાં પણ ધકેલી દેવાઈ હતી. પરીણિતાને તેની મહિલા મિત્રએ જ દીધો દગો દીધો હોવાનું સામે આવ્યું છે.
વિધિઓના નામે પૈસા પડાવ્યા
પરીણિતાની મિત્ર મહિલાએ ઢોંગી તાંત્રિકનો સંપર્ક કરીને અંધશ્રદ્ધાનો ખેલ રચ્યો હતો. તાંત્રિકે વિધિના નામે પૈસા પડાવી પરીણિતાનું જાતીય શોષણ કર્યુ હતું. તે પરીણિતાને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવાઈ હતી. જો કે, વિજ્ઞાનજાથાએ અમરેલી SPને રજૂઆત કરતા તાંત્રિક અને સાગરિતો સામે ગુનો નોંધાયો છે, તેમજ આરોપી મુકેશ ભુવા અને સુનિલ રાવળને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી તાંત્રિક અને મહિલા સાગરિત સહિતના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.