Amirgadh News :હથિયાર લઈને ફરતા અને કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા 5 અસામાજિક તત્વોને પોલીસે હથીયારો સાથે દબોચી લીધા હતા
Amirgadh News :અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, અમીરગઢ તેમજ વિરપુર બજારમા હોળી તહેવારને લઇ આજુબાજુ ગામોના લોકોનું મેરામણ આવતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હોળી જેવા તહેવારોને લઈ બજારમાં કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તેને લઈ અમીરગઢ પીઆઇ ધવલ પટેલ તેમજ પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રહ્યો હતો તેમજ પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરી લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી.
ત્યારે અસામાજિક તત્વો બજારમાં રોફ જમાવવા માટે હથિયાર લઈને ફરતા અને કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા 5 અસામાજિક તત્વોને પોલીસે હથીયારો સાથે દબોચી લીધા હતા તેમજ લાયન્સ વગરના 7 થી વધુ વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તહેવારોમાં અસામાજિક તત્વો રોફ જમાવી હથિયારો લઈ ફરતા અને લોકોને ડરાવી ઘટનાને અંજામ આપવાના બનાવો બન્યા હતા ત્યારે આ વખતે અમીરગઢ પીઆઇ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાતા લોકમેળા દરમિયાન પણ અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે પણ લોક મેળા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવી લોકોને ડરાવતા 14 જેટલા અસામાજિક તત્વોને અમીરગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બરોબરનો પાઠ ભણાવ્યો હતો.