AMIRGADH NEWS :અમીરગઢ ગુજરાત બોર્ડર ચેક પોસ્ટ પરથી ખાનગી બસમાંથી પિસ્તોલ સાથે 9 જીવતા કારતૂસ સાથે 1 ઇસમ ની અટકાયત કરવામાં આવી તેમજ અન્ય એક ઈસમ નાસી છૂટ્યો હતો
AMIRGADH NEWS :બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ઉપર પોલીસ ચેકિગ કરી રહી હતી. તે દરમિયાન બે ઈસમો દેશી હાથની બનાવટી પિસ્તોલ સાથે રાજસ્થાન તરફથી એક ખાનગી બસમાં બેસી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા. તે દરમ્યાન અમીરગઢ પીઆઇ ધવલ પટેલની સુચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેક પોસ્ટ ઉપર રૂટિંગ ચેકિંગ દરમિયાન ખાનગી બસમાં તપાસ કરતા બે મુસાફરો શંકાસ્પદ લાગતા પોલીસે તેમની તપાસ કરતા 1 પિસ્તોલ અને 9 જીવતા કારતુસ મુસાફરી કરી રહેલા બે ઈસમો પાસેથી મળી આવ્યા હતા.

ત્યારે એક ઇસમ પોલીસના હાથમાંથી નાસી છૂટ્યો હતો જોકે ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા બે આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત રહે.આર.કે.નગર ગડખોલ પાટીયા અંકલેશ્વર ભરૂચ ( 2 ) શિવશંકર ઉર્ફે લંબુ લક્ષ્મણ ચોરાસીયા રહે.અંકલેશ્વર , અંદાડા વિસ્તાર ભરૂચ વાળા એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર પાસપરમીટ વગર દેશી હાથની બનાવટની પિસ્તોલ સાથે બે મુસાફરો ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા પોલીસે બે ઈસમોને ઝડપવા જતા એક આરોપી મોકાનો ફાયદો ઉઠાવી પોલીસને ચકમો આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો જોકે પોલીસે કુલ 11 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબની ગુનો નોંધી એકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.