Ahmedabad News :પોલીસે તેઓને ઘરે જવાનું કહેતા ઉશ્કેરાઇને પોલીસને અશબ્દો બોલીને પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસ ઉપર પથ્થરમારો કરીને પોલીસની ગાડીની તોડફોડ કરી હતી
Ahmedabad News :અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક વધુ વધી રહ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂખ્ખા તત્વોને પોલીસનો ડરના રહ્યો હોય તેમ પોલીસ ઉપર હુમલા કરી રહ્યા છે. બાપુનગરમાં મધરાતે ટ્રાફિક પોલીસ ચોકી પાસે ટોળું એકઠું થયું હતું. જેથી પોલીસે તેઓને ઘરે જવાનું કહેતા ઉશ્કેરાઇને પોલીસને અશબ્દો બોલીને પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસ ઉપર પથ્થરમારો કરીને પોલીસની ગાડીની તોડફોડ કરી હતી.
Ahmedabad News :ત્યારે દિવસે ને દિવસે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે તેવામાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા પોલીસની ગાડી ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને ધમકીઓ પણ આપવામાં આવી હતી.
પોલીસને તલવાર બતાવીને મારી નાંખવાની ધમકી આપીને આતંક મચાવ્યો હતો, આ બનાવના પગલે અમરાઇવાડી, ગોમતીપુર, રખિયાલ સહિતના પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે આ બનાવમાં કોઇને જાન હાનિ થયેલી નથી. બાપુનગર પોલીસે આઠ લોકોના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગર એસ.પી.ઓફિસ પાછળ અકબરનગરના છાપરામાં રહેતા ફઝલ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાત્રે પીએસઆઇ નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ સમયે ગરીબ ચાર રસ્તા પાસે બાપુનગર ટ્રાફિક પોલીસ ચોકી પાસે મધરાતે આઠથી વધુ લોકોનું ટોળું ઉભું હતું.
ત્યારે પોલીસે તેઓને ઘરે જવાનું કહેતા પોલીસ ઉપર ઉશ્કેરાઇને અપશબ્દો બોલીને બુમાબુમ કરવા લાગ્યા હતા જેથી ફોન કરીને બાપુનગરથી વધુ પોલીસ કાફલો બોલાવીને આરોપીઓને પકડવા માટે કોશિષ કરતા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીની તોડફોડ કરી હતી એટલું જ નહી મહેફૂઝ ક્યાંકથી તલવાર લઈને આવ્યો હતો અને પોલીસને તલવાર બતાવીને બુમો પાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.