Ahmedabad News :અમદાવાદ શહેર SOGની એક બાતમી મળી હતી કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપુનગરના અજિત મીલ નજીક આવેલ સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે
Ahmedabad News :ગુજરાત સહીત અનેક વિસ્તારમાંથી અફીણ એમડી ડ્રગ્સ વગેરે મળી આવી છે. અમદાવાદ શહેર SOGની એક બાતમી મળી હતી કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપુનગરના અજિત મીલ નજીક આવેલ સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે.

SOGને બાતમી મળી હતી કે અમદાવાદમાં આવેલ બાપુનગરના અજિત મીલ નજીક આવેલ સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે SOG એ ગઈ રાત્રે એક ટીમ તૈયાર કરીને રેડ કરવામાં આવી હતી. આ રેડ સફળ રહી હતી. જેમાં રેડ કરતા દુકાનમાંથી 85 ગ્રામ 250 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે 8 લાખ અને 22 હજાર હતી અને દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો શખ્સ સલીમ શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ SOG એ આરોપી સલીમ શેખની ધરપકડ કરી છે. અને ડ્રગ્સનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનામાં સામે આવ્યું છે કે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ભરત નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાની નાની પડીકી કરીને વેચાણ કરતો હતો. આ ડ્રગ્સનો જથ્થો છેલ્લા છ માસથી વેચી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અમhttps://www.youtube.com/દાવાદ SOGએ ભરત નામના શોધખોળ શરૂ કરી છે.