Ahmedabad News :અમદાવાદના બોપલમાં અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે
Ahmedabad News :અમદાવાદમાં અનેક ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં સામે સ્વબચાવમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના બોપલમાં અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. ધંધુકાના હુમલાખોરોએ બિલ્ડર પર ફાયરિંગ કર્યુ હતું. વિજયસિંહ ભુવા નામના મહંતને મળવા નહી આવવાનું કહી આ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ બિલ્ડરે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
હુમલાખોરોએ બિલ્ડરની ગાડી પર પણ હુમલો કરી નુકશાન પહોંચાડયું હતું. બિલ્ડરે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ પરથી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હાલ ઉપેન્દ્રસિંહ નામના બિલ્ડરનું નામ સામે આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.