Ahmedabad News :મિશ્ર ઋતુના કારણે રાજ્યમાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવખત કોરોનાની એન્ટ્રી થઈ છે
Ahmedabad News :રાજ્યમાં હાલ આમ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સવારે ગરમી અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થતો જોવા મળે છે. મિશ્ર ઋતુના કારણે રાજ્યમાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવખત કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો H1N1 ઇન્ફ્લુઅન્ઝા વાઈરસ એટલે કે સ્વાઈન ફ્લૂના 180 કેસ નોંધાયા છે, જ્યારે 9 દર્દીઓ મોતને ભેટ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં અચાનક ઉછાળો આવતા તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની OPD પણ વાઈરલ ઈન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના દર્દીઓથી ઉભરાઈ રહી છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના પાંચ અને બે કોવિડ પોઝિટિવ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક 40 વર્ષનો પુરુષ અને બીજી 75 વર્ષની મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બંને દર્દીને ઓકસીજન હેઠળ રાખવામાં આવ્યા છે. આ સિવાય સોલા સિવિલમાં ગત અઠવાડિયા દરમિયાન 10 હજારથી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વાઈરલ ઈન્ફેક્શનના 1573 જેટલા કેસ નોંધાયા છે.
ત્યારે અમદાવાદમાં વધુ એક વખત કોરોનાનો કેહર જોવા મળ્યો છે અને અને 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના પાંચ કેસ આવ્યા છે. જેઓની હાલ સારવાર ચાલી રહી છે.