Ahmedabad News :અમદાવાદના સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી હતી
Ahmedabad News :અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઇમ વધતો જોવા મળે છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમનું કેપિટલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા સરદારનગર પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી અને આગળી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ મહિલા એક લોન એજન્ટ હતી તે મિત્રની સહ આરોપીને લઈને મુખ્ય આરોપીના ઘરે લોનના કામ માટે ગઈ હતી ત્યાં એકલતાનો લાભ ઉઠાવીને તેના બીજી પુરૂષ સાથે ફોટા પડાવીને બ્લેકમેલ કરીને 3 લાખ પડાવી લીધા હતા. આ ઘટના બાદ બીજા 50 હજાર માંગતા મિત્રએ મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતીને હવે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
રુપિયા મેળવવા માટે મહિલા મિત્ર એ તેની જ મિત્રને બ્લેકમેઇલ કરી અને તેની પાસેથી 3 લાખ રુપિયા પડાવી લીધા હતા. મહિલાને બેભાન કરી પર પુરુષ સાથે તેના ફોટા પાડી તેને બ્લેકમેલ કરવામાં આવી. જે મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી પતિ-પત્ની સહિત કુલ ત્રણની ધરપકડ કરી હતી. સાથે જ અન્ય કોઈ મહિલાને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા છે કે કેમ, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 35 વર્ષીય લોન એજન્ટ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપી પૂજા દાવરની મહિલા મિત્રએ કેફી પીણું પીવડાવી પર પુરુષ સાથેના તેના ફોટા પાડ્યા હતા. અને તે ફોટા વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ₹3 લાખ પડાવી લીધા જોકે આરોપીએ વધુ 50 હજારની માંગ કરતા ફરિયાદીએ પરિવારને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.