Ahmedabad News :ક્રિકેટના સટ્ટામાં દેવું થઇ જતા ચોરીના રવાડે ચઢેલા અને અંદાજે 12 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકેલા રીઢ્ઢા આરોપીને અમદાવાદની મણિનગર પોલીસે ઝડપી લીધો છે
Ahmedabad News :ક્રિકેટના સટ્ટામાં દેવું થઇ જતા ચોરીના રવાડે ચઢેલા અને અંદાજે 12 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકેલા રીઢ્ઢા આરોપીને અમદાવાદની મણિનગર પોલીસે ઝડપી લીધો છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ફ્લેટમાં કબાટમાં રાખેલા લોકર માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 11.80 લાખનાં મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નિકોલ વિસ્તારમાં રહેતા પરેશ સોનીની ધરપકડ કરી છે. પોલીસે પરેશ સોનીની પૂછપરછ કરતા તેણે થોડા દિવસ અગાઉ ફ્લેટમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
પોલીસે આરોપી પરેશ સોનીની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના, કપલ વોચ, વિદેશી ચલણી નાણું, મોબાઈલ ફોન, ઈમીટેશન જ્વેલરી, અલગ અલગ કંપનીના લેપટોપ, ચોરી કરવાના સાધનો, ચોરી કરેલું એકટીવા સહિત સાત લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
પોલીસે આરોપી પરેશ સોનીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી પરેશ વસ્ત્રાલ વિસ્તારમાં માતા-પિતા અને પત્ની સાથે રહે છે અને છેલ્લા ચાર મહિનામાં મણીનગર, વટવા, નવરંગપુરા, શાહપુર, રામોલ, યુનિવર્સિટી જેવા વિસ્તારોમાંથી અલગ અલગ 12 જેટલી ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પરેશ સોનીને ક્રિકેટ સટ્ટામાં 15 લાખ જેટલું દેવું થઈ ગયું હતું અને તેની પાસે કોઈ કામ ધંધો હતો નહીં. પોતાના પરિવારનું ગુજરાન પોતા ઉપર જ ચાલતું હતું જેથી તેણે શરૂઆતમાં એક મોટરસાયકલની ચોરી કરી જે મોટરસાયકલ દ્વારા તે રેપીડો સર્વિસમાં પેસેન્જરના ભાડા કરતો હતો.