Ahmedabad News : અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહયો છે
Ahmedabad News : અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહયો છે.
શહેરમાં કોરોનાના વધુ નવા આઠ કેસ નોંધાયા છે. આજે શહેરના નવરંગપુરા ઉપરાંત નારણપુરા, જોધપુર વોર્ડની સાથે થલતેજ,ગોતા અને સરખેજ વોર્ડમાં કુલ મળીને કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલા કોરોનાના દર્દીમાંથી ત્રણ દર્દી મથુરા ઉપરાંત દુબઈ અને યુ.એસ.એ.ની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે. ગઈકાલે અમદાવાદમાં ઘણા સમય બાદ કોરોનાના કારણે પહેલું મૃત્યુ થયું હતું. આ દર્દીનું કોરોના સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અને આ દર્દી દરિયાપુર વોર્ડના હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના assistant Superintendent એ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો છે અને સાથે જ વેન્ટિલેટર પણ છે.