રામ મંદિર પ્રતિષ્ઠા બાદ અમદાવાદના જુહાપુરામાં છમકલું થયું?
A fake video of an attempt to disturb peace in Ahmedabad Juhapura came to light
Ahmedabad news: મુંબઈના મીરા રોડનો વીડિયો જુહાપુરાનો ગણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જુહાપુરા તરફ નહી જવા અપીલ કરાઈ હતી | Ahmedabad Juhapura
જુહાપુરામાં શાંતિ ડહોળવાના પ્રયાસનો વીડિયો
સોશિયલ મીડિયામાં ફેક વીડિયો કર્યો વાયરલ
અસામાજીક તત્વોના કૃત્યને સ્થાનિકોએ વખોડ્યું

અમદાવાદ શહેરમાં અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાની વાત વહેતી થઈ હતી. મુંબઈના મીરા રોડનો વીડિયો જુહાપુરાનો ગણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જુહાપુરા તરફ નહી જવા અપીલ કરાઈ હતી.
શાંતિ ડહોળવાના પ્રયાસ કરતો વીડિયો
અયોધ્યામાં રામલલાનુ નિજમંદિરમાં આગમન થતાં દેશભરમાં ખુશીનો માહોલ હતો. તેવા સમયે કેટલાક અસામાજીક તત્વોએ અમદાવાદના જુહાપુરા વિસ્તારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. 22 જાન્યુઆરીએ સાંજે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને શાંતિ ડહોળવાના કરેલા પ્રયાસને સ્થાનિક લોકોએ વખોડી કાઢ્યો હતો.
અફવા મામલે કાર્યવાહી કરવા માંગ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ તદ્દન ખોટા હોવાનો સ્થાનિક લોકોએ દાવો કરી તેવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યારે વેજલપુર પોલીસે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ અફવા હોવાનુ જણાવ્યુ હતુ.