Ahmedabad ASI murder case: અમદાવાદમાં ASIની હત્યાનો કેસ: બુટલેગરના ફોનમાં ચોંકાવનારી કડી મળી, પોલીસકર્મીઓનું આવી બન્યું
Ahmedabad ASI murder case: ASIની હત્યા કરનાર બુટલેગરની તપાસમાં ખુલાસો સામે આવ્યો, બુટલેગર ભૂપેન્દ્રના મોબાઇલમાં પોલીસ કર્મીઓ અને વહીવટદારોના નામ
The investigation into the bootlegger who killed the ASI in Kanbha revealed
કણભામાં ASI હત્યા કેસમાં ખુલાસો
હત્યા કરનાર બુટલેગરની તપાસમાં ખુલાસો
બુટલેગરના મોબાઇલમાંથી મળ્યા પોલીસ કર્મીના નામ

અમદાવાદના કણભામાં ASI પર ગાડી ચઢાવીને હત્યાના કેસમાં ખુલાસો સામે આવ્યો છે. ASIની હત્યા કરનાર બુટલેગરની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. બુટલેગર ભૂપેન્દ્રના મોબાઇલમાં પોલીસ કર્મીઓ અને વહીવટદારોના નામ મળ્યા છે.
વહીવટદારોની પૂછપરછ
DGP અને SMCએ પોલીસ કર્મીઓ અને વહીવટદારોની પૂછપરછ કરાઇ. ત્યારે અમદાવાદ પોલીસ કર્મીઓ સહિત એજન્સીના કનેક્શન હોવાનું ખુલ્યું છે. તો દારૂના કનેક્શનને લઇને DGPએ નિર્ણય લીધો. બુટલેગર સાથે સકંળાયેલા પોલીસ કર્મીઓની બદલી કરાઇ.
જાણો સમગ્ર કેસ
કણભામાં દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરને પકડવા જતા પોલીસ કર્મચારીઓની PCR વાનને બુટલેગરએ ટક્કર મારતા ASI બળદેવજી નિનામાંનું મોત નીપજ્યું હતું. કણભામાં ભાવડા પાટિયા નજીક રિઝ કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે કણભા પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં ASI બળદેવજી નિનામાં અને પોલીસ કર્મચારી પસાર થઈ રહી હતી. ASI બળદેવજી નિનામાંને કાર શકાસ્પદ લાગી હતી.
જેથી તેને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરએ પોલીસની PCR વાનને ટક્કર મારી હતી જેથી PCR વાન પલટી થઈ જતા ASI બળદેવજી નિનામાં અને પોલીસ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ASIનું મોત નીપજ્યું હતું. કણભા પોલીસે બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપી અને અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી અને ધરપકડ કરી હતી.